વિદેશમંત્રી એસ.જયશંકરે દાઉદ અને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને બરાબર લીધુ આડે હાથ
Trending Photos
નવી દિલ્હી: આતંકવાદી દાઉદ ઈબ્રાહિમ પર વિદેશમંત્રી એસ.જયશંકરે (S.Jaishankar) મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અનેક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ પાકિસ્તાનમાં હાજર છે. પાકિસ્તાને પોતે આતંકવાદીઓની હાજરીની વાત કબૂલી છે. આતંકવાદના કેન્સરથી બધા પ્રભાવિત છે. પાકિસ્તાન આતંકવાદીઓને શરણ આપે છે અને ટ્રેનિંગ આપીને તેમને ભારત મોકલે છે. તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓ પર કાર્યવાહીને લઈને ગંભીર નથી. પાકિસ્તાને આતંકી સંગઠનો, મોસ્ટ વોન્ટેડ વ્યક્તિઓ પર કોઈ વિશ્વસનીય કે નિર્ણાયક કાર્યવાહી કરી નથી. પાકિસ્તાનની દાનત પર સવાલ ઊભા થાય છે.
ZEE મીડિયાના WORLD EXCLUSIVE ખુલાસાની પાકિસ્તાનમાં મોટી અસર જોવા મળી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ દાઉદ ઈબ્રાહિમને બચાવવા માટે ISIએ તેને ઘરમાંથી બહાર ન નીકળવા માટેની સૂચના આપેલી છે. ISIએ દાઉદ ઈબ્રાહિમના કરાચીવાળા ઘરની સુરક્ષા પણ વધારી દીધી છે. દાઉદ, પાકિસ્તાનની તમામ એજન્સીઓ પાસે પોતાની સુરક્ષા માટે ગુહાર લગાવી ચૂક્યો છે.
'ગેંગસ્ટર ગુડિયા' છે અંડરવર્લ્ડ ડોન દાઉદની સૌથી મોટી નબળાઈ, જુઓ PHOTOS
દાઉદ ઈબ્રાહિમ પર ZEE મીડિયાએ વર્લ્ડ એક્સક્લુઝિવ ખુલાસો કર્યો તો તેનાથી દાઉદના ઘર સહિત સમગ્ર પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો. દાઉદ ઈબ્રાહિમ એવો તે ધૂંધવાયો છે કે મહવિશ સાથેના તેના સંબંધોની વાત આખરે બહાર કેવી રીતે આવી. દાઉદ તો હજુ કઈ બોલ્યો નથી પરંતુ દાઉદની ગર્લફ્રેન્ડે જવાબ આપતા કહ્યું કે મને કાશ્મીર પર બોલવાથી કોઈ રોકી શકે તેમ નથી.
મહવિશ હયાતે ટ્વિટ કરીને આરોપોનો જવાબ આપ્યો. મહવિશે કહ્યું કે મારા વિરુદ્ધ જે ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યાં છે હું તે નિવેદનોને બહુ મહત્વ આપવા નથી માંગતી.
મહવિશ હયાતે ફિલ્મી પડદે 2010માં આઈટમ નંબરથી શરૂઆત કરી હતી અને દાઉદ ઈબ્રાહિમ સાથેના સંબંધોનો સહારો લઈને પાકિસ્તાનની તમગા-એ-ઈમ્તિયાઝ બની ગઈ. મહવિશ ભારત માટે એ જ ભાષાનો ઉપયોગ કરે છે જે ભાષાનો ઉપયોગ ઈમરાન ખાન અને દાઉદ ઈબ્રાહિમ પોતે કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે